Follow me on Twitter

Sunday, February 21, 2010

divyabhaskar.co.in

20 February 2010

ચીન ભારતને ચારે તરફથી ધેરી વળ્યું છે - તરુણવિજયજી


Dr. Pranav Dave, Ahmedabad

- ચીન વિશેષજ્ઞ, સિચુઆન વિશ્વવિધાલયમાંથી સંશોધન કરી રહેલા તરુણવિજયજીની ‘દિવ્ય ભાસ્કર’ સાથે ખાસ મુલાકાત

ચીનના વિસ્તારવાદી અઘોષિત આક્રમણ સામે ભારત તૈયાર નથી, એમ જાણીતા ચીન વિશેષજ્ઞ તરુણવિજયજીએ ચીનનો પડકાર અને ભારતની સૈન્ય રણનીતિની તૈયારીઓના સંદર્ભમાં ‘દિવ્ય ભાસ્કર’ સાથેની ખાસ વાતચીતમાં અમદાવાદ ખાતે જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે તેઓ સિચુઆન વિશ્વવિધાલય-ચીનની વિશેષ ફેલોશીપ સાથે સંશોધન કરી રહ્યું છે અને શ્યામાપ્રસાદ મુખરજી રિસર્ચ ફાઉન્ડેશન-દિલ્હીના ડાયરેકટર છે. તેઓ શનિવારે માધવ સ્મૃતિ ન્યાસ(શ્રી ગુરુજી વ્યાખ્યાનમાળા) અંતર્ગત શહેરના ટાઉનહોલ ખાતે તેમનું વ્યાખ્યાન યોજાયું છે, તે માટે અમદાવાદ આવ્યા છે.

ચીન વિશેષજ્ઞ તરુણવિજયજીએ ચીનનાં વિસ્તારવાદ અંગે જણાવતા કહ્યું કે ચીને આર્થિક, સૈન્ય અને શૈક્ષણિક દ્રષ્ટિએ ભારતની તુલનામાં પાંચથી ૧૦ ગણી પ્રગતિ કરી છે. ભારતના ૧૭ હજાર વર્ગ કિલોમીટર ક્ષેત્ર પર (અક્ષયી ચીન) પર કાશ્મીર ઉપર કબજો કર્યોઅને અરુણાચલ પ્રદેશના ૫૦ હજાર વર્ગ કિલોમીટર પર આજે પણ પોતાનો દાવો કરે છે. ચીન અત્યારે પૂર્ણ કાશ્મીરને પોતાના નકશામાં વિવાદિત ક્ષેત્રના રૂપે ગણાવે છે અને કાશ્મીર પ્રશ્ને પોતાનો ઝુકાવ પાકિસ્તાન તરફ છે.


તેમણે કહ્યું કે ચીન ભારતને ચારે તરફથી ધેરી વળ્યું છે. જેમાં ગ્વાડર-બલુચીસ્તાન નજીક અનેક અરબ ડોલર લગાડી સૈન્ય શકિતથી સંપન્ન બંદર બનાવીને પાકિસ્તાનને આપ્યું છે. તો શ્રીલંકામાં સૌથી મોટા મૂડી રોકાણ કરતા દેશ તરીકે ચીન સ્થાપિત થઇ ચૂકયું છે. માલદિવ અને મ્યાનમારમાં પણ તેનો પ્રભાવ વિસ્તાર થયો છે. ચીને મ્યાનમારના કોકો દ્વીપમાં નૌસેના થાણુ સ્થાપ્યું છે જે ભારતના અંદામાન-નિકોબાર દ્વીપથી માત્ર ૪૦ કિલોમીટર દૂર છે. એટલું જ નહીં નેપાળમાં માઓવાદીઓ દ્વારા ચીનની પક્ષધર હિંસક રાજનીતિનો પ્રભાવ ભારતની ધેરાબંધીનું અંતિમ ચરણ છે.

તેમણે ભારત અને ચીન વરચે આંકડાકીય માહિતી આપતા જણાવ્યું કે ચીનનું સૈન્ય બળ ભારત કરતાં બમણાથી પણ વધુ છે. ચીનનું રક્ષા બજેટ ભારતથી ૧૦ ગણુ વધારે છે. ચીનમાં ૧૫થી ૧૮ વર્ષની વયના યુવાનો માટે સૈનિક સેવા અનિવાર્ય છે. ચીનનો વિકાસદર ૮.૭ છે વિકાસદર ભારત ૬.૭ ટકા છે. ચીનની પ્રતિ વ્યકિત આવક ૬.૫ હજાર ડોલર છે જયારે ભારતની ૧ હજાર છે. ભારતમાં ૩૦થી ૩૫ ટકા જનસંખ્યા ગરીબી રેખાથી નીચે જીવન જીવે છે જયારે ચીનમાં આ દર ૧૦ ટકાથી પણ નીચે છે અને તે પણ સૂદૂર ગ્રામીણ ક્ષેત્રો સુધી સિમિત છે.

ચીનનાં પડકારો સામે વર્તમાન સરકાર સામે આક્ષેપ કરતાં જણાવ્યું કે ચીનનાં આ પડકારો સામે ભારતની વર્તમાન સરકાર ભારતીય હિતો તરફ એ જ આપરાધિક ઉપેક્ષા રાખી રહી છે, જે પં.નહેરુને ૧૯૬૨ની પહેલાથી ઉપેક્ષા કરી હતી. ઇતિહાસ પં.નહેરુથી લઇ સોનિયા અને મનમોહન કે નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારને ભારતની સુરક્ષા સાથે ચેડા કરનારા સૌથી મોટા ગુનેગારોમાં ગણના કરશે.

ચીનનાં પડકારો સામે ભારતે પરમાણુ વિસ્ફોટનો વિકલ્પ ખુલ્લો રાખવો જોઇએ:
ચીનનાં પડકારો સામે ભારતે શું કરવું જોઇએ તેનો જવાબ આપતા તરુણવિજયજીએ જણાવ્યું કે ભારતે પોતાના સૈન્યને અત્યાધુનિક હથિયારોસે સજજ કરવું જોઇએ. પરમાણુ વિસ્ફોટનો વિકલ્પ ખુલ્લો રાખવો જોઇએ. ચીન સાથે આર્થિક વેપારના વધતા સ્તરને ઓછું કરવું પડશે. અત્યારે ચીનમાં ૭૦ ટકા કાચો માલ જાય છે તેને બદલે તૈયાર પ્રોડકટ જાય તો આપણા ઉધોગોને પણ લાભ થાય છે. ભારતના વધુમાં વધુ યુવાનોએ ચાઇનીઝ ભાષા શીખવી જોઇએ કેમકે તો જ આપણે ચીનનાં નવીનતમ સ્થિતિની જાણકારી મેળવી શકીએ.

2 comments:

Anonymous said...

श्री तरूणविजयजी,
मुजे शनिवार के दिन अहमदाबाद मे आपका वकत्व्य सूनने का अवसर प्राप्त हुआ । ओर एक ही बार मे मै आपका फैन हो गया ।
यहां मै आपको एक प्रश्न करना चाहता हुं की हम भरोसा रखे तो कीस पार्टी पर रखे ? भाजपा पर जनता ने ईस लीये भरोसा रखा था की वो राम मंदीर बना देगा लेकीन पूरे पांच साल पूरो हो गये तो भी वो नही बना पाये । अडवाणीजी राम के नाम पर ही चुनाव जीते थे । लेकीन उन्हो ने क्या किया ? बात सिर्फ राम मंदीर की नही है उन्होने जनता का विश्वास तोडा है, जनता आज भी तैयार है लेकीन कोइ तो होना चाहीये ना भरोसेमंद ।

Deshdaaz said...

Dear Karnavatee,

Mana ki BJP ne galti ki hai. Janata ka vishwas toda hai. Prashna yah hai ki Congress ne 60 salo me kitni baar Vishwas toda hai ? 1947 ke Kashmir gafle se lekar 1962 ke Chin gafle tak or 1975 ke emergency ke gafle se lekar 1984 Sikh-riots ke gafle tak...Ham aawam ne phir bhi Congress ko chance ke baad chance diya hai...Kya hum BJP ko ek aur baar chance nahi de sakte?..Yah to aap aswikaar nahi kar sakte ki BJP na aayi hoti to India kabhi Nuclear power na bana hota. Ram Mandir na sahi, unhone desh ke liye paheli sarkar me dil laga kar kaam kiya...Janata ki expectation unse kafi jyada rahi..Please leave me a comment on my blog...